એક વાર એથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે 'જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી ક્યું ?' તત્ત્વચિતંક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા. આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા- દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું, ' આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણકે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શક્તું નથી.' બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું,' સિંહ ભયંકર ખરો, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યકિત મૃત્યુ પામે.' 'તમારી વાત સહેજે બરાબર નથી' એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે 'અનેક માણસોને રહેંસી નાખનાર જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.' બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યાર સુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછ્યું, અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ? ડાયોજિનિસે ગ...